Keep in touch

you can keep in touch with my all blogs and sites by install this Toolbar...
http://rworldtoolbar.ourtoolbar.com/

Thursday, February 26, 2009

અબજો રૂપિયાનો વકરો કરતી જીન્સ ઈન્ડસ્ટ્રીની અવનવી વાતો

યુવાનોનો પ્રિય પોશાક વર્ષોથી જીન્સ પેન્ટ રહ્યું છે એ વાતથી તો આપણે વાકેફ જ છીએ પણ આપણી આસપાસ જોવા મળતી યુવતીઓ પર નજર કરીએ તો મોટાભાગની યુવતીઓ પણ ટ્રેન્ડી લૂક આપતું ‘જીન્સ’ પહેરેલી જોવા મળે છે. એટલે એમ ચોક્કસ કહી શકાય કે, આજે દરેક વ્યકિત જીન્સ માટે ક્રેઝી છે.

વળી, જીન્સની બીજી વિશેષતા એ પણ છે કે, જીન્સ જેટલું જૂનું-ફાટેલું હોય તેટલું વધુ ફેશનેબલ મનાય છે. બીજા કોઇ પરિધાનમાં આ થિયરી ચાલતી નથી, એટલે એ રીતે જોઇએ તો જીન્સની ફેશન સદાબહાર કે એવરગ્રીન કહી શકાય અને તેની પોપ્યુલારિટીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે, માત્ર ઇન્ડિયામાં જ નહીં, પરંતુ આખી દુનિયામાં તેનો કારોબાર અબજના આંકડા સુધી પહોંચી ગયો છે.

રેડિમેડ ગારમેન્ટ ઇન્ડસ્ટ્રી દ્વારા રજૂ કરવામાં આવેલ આંકડા અનુસાર, ભારતમાં રેડિમેડ કપડાના રૂપમાં સૌથી વધુ જીન્સ પેન્ટ જ વેચાય છે. બાળકોના જીન્સથી માંડીને લેડિઝ અને જેન્ટસ જીન્સ. ભારતમાં વર્ષ ૨૦૦૬માં ૭ કરોડથી વધુ જીન્સ પેન્ટ વેચાયાં. આને સંપૂર્ણપણે સચોટ આંકડો એટલા માટે ન માની શકાય, કારણ કે જીન્સ પેન્ટનું ઉત્પાદન કરનાર ઘણા બધા લઘુઉધોગ કોઇ સંગઠન સાથે જોડાયેલાં નથી કે કોઇ રેકોર્ડ પણ ધરાવતાં નથી પરંતુ તેમ છતાં ૭ કરોડનો આ આંકડો જાદુઇ જ કહી શકાય.

શું તમે જાણો છો કે, જીન્સ પેન્ટની શરૂઆત કયાંથી થઇ હતી? કહેવાય છે કે, તેની શરૂઆત અમેરિકાના ખાણ મજૂરોથી થઇ, પરંતુ તેની શરૂઆતનો સંબંધ પણ ભારત સાથે છે. ઇતિહાસમાં આનો ઉલ્લેખ ૧૬મી શતાબ્દીમાં જોવા મળે છે અને તે પણ મુંબઇના ડોંગરી બંદરથી. ભારતમાં ‘જયૂટ’નું ઉત્પાદન બહુ થતું હતું. તેમાં થોડું કોટન મેળવી જે ફેબ્રિક બનાવવામાં આવ્યું, તેને સ્થાનિક ભાષામાં ‘ડોંગારી’ કહેવામાં આવ્યું. એ કપડાને વધુ ‘ગળી’માં ડૂબાડવામાં આવતું હતું. જેથી તેની આભા ડાર્ક બ્લ્યૂ રંગમાં ઊપસી આવતી. તેને નાવિક લોકો પહેરતા હતા.

તેમના દ્વારા તે ઇટાલીના શહેર તૂરીન પહોંરયું. ત્યાંના વેપારીઓએ એ કપડાને સીવીને તેના પેન્ટ બનાવીને યુરોપના નાવિકોને વેચવાના શરૂ કર્યા. એ લોકો બિલકુલ એના જેવું જ ફેબ્રિક નહોતાં બનાવી શકયા. તેમણે એમાંથી જયૂટનું પ્રમાણ ઘટાડયું અને કોટનનું પ્રમાણ વધાર્યુ. આના માટે ફ્રાન્સની નીમ સિટીમાં કેટલાક ઉધોગ ચલાવવામાં આવ્યા.

કપડું ફ્રાંસથી આવતું હતું. એટલે તૂરીનના લોકોએ એ કપડાંનું નામ જ ‘નીમ’ શહેરના નામ પરથી ‘ડેનિમ’ રાખી દીધું. આ નાનકડી ઇન્ડસ્ટ્રી હજુ ફેલાઇ પણ શકી નહોતી કે તેના વેપારી અને નિર્માતા જીનિવા ચાલ્યા ગયા. જીનિવા નામને કારણે આ પેન્ટનું નામ ‘જીન્સ’ પડી ગયું.

સામાન્ય ધારણા એવી છે કે, લેવી સ્ટ્રોસે જીન્સનું નિર્માણ કર્યુ હતું. પરંતુ હકીકત એ છે કે, લેવી સ્ટ્રોસ એ વ્યકિત હતી, જેણે ફકત અમેરિકામાં જીન્સને પ્રચલિત કર્યું અને તે પણ ખાણ મજૂરો માટે. ૧૮૬૦ની આસપાસ તેણે ઘણા બધા કારખાના પણ નાંખી દીધા હતા અને લેવી સ્ટ્રોસના નામથી જ જીન્સ બનાવવા લાગ્યો, જે પોતાના ટકાઉપણાને કારણે મજૂરોમાં બહુ લોકપ્રિય નીવડયું.

એક વાર ખરીદો તો, વર્ષોસુધી ફાટતું નહોતું. દસ-બાર વર્ષ પછી કંપનીએ જીન્સના ખિસ્સા પર રિવેટ લગાવી દીધા, કારણ કે એવી ફરિયાદ આવી હતી કે, આખું પેન્ટ વર્ષોસુધી સારું રહે છે, પણ ખિસ્સા બે-ચાર વર્ષમાં ફાટી જાય છે. બીજા વિશ્વયુદ્ધ પછીને જીન્સ યુવાનોમાં એટલું લોકપ્રિય થઇ ગયું કે તે તેમનું ફેશન સ્ટેટમેન્ટ થઇ ગયું.

શું જાણો છો કે, દુનિયાનું સૌથી મોઘું જીન્સ કેટલાનું છે? દસ હજાર ડોલર. એટલે કે આશરે ૪ લાખ રૂપિયા. જયાં વીસ વીસ લાખ રૂપિયાના સૂટ વેચાતા હોય ત્યાં ચાર લાખ રૂપિયા બહુ વધારે નથી, પરંતુ ચાર લાખ રૂપિયા પણ શા માટે? કારણ કે આ જીન્સમાં ઉપરથી નીચે સુધી સ્વારોવ્સ્કી જડેલા છે. ચૌદ કેરેટ સોનું જડેલું છે. રિવેટ્સ ચાંદીના છે અને બટનમાં હીરા જડેલાં છે. એટલે કે કપડું તો એ જ છે પણ શૃંગાર બહુ સજેલો છે. તેને ડિઝાઇનર કંપની એસ્કાદાએ બનાવ્યું છે.

પરંતુ દુનિયાનું સૌથી મોઘું જીન્સ હોવાનું શ્રેય તેને પણ નથી મળ્યું. એ લેવી સ્ટ્રોસની પાસે જ છે. લેવી સ્ટ્રોસ આજે પણ દુનિયામાં સૌથી વધુ જીન્સ વેચે છે. તેના જીન્સની અનેક શ્રેણીઓ છે. સાડા ચારસો રૂપિયાથી માંડીને હજારો રૂપિયા સુધીની. મજાની વાત એ છે કે, સૌથી મોંઘુ જીન્સ બનાવવાનું શ્રેય પણ લેવી સ્ટ્રોસને જ છે અને તેને ખરીદવાનું પણ. વિચારમાં પડી જવાય તેવું છે ને? વાસ્તવમાં, વર્ષ ૨૦૦૧માં એક વ્યકિતને અમેરિકાના નેવાડા શહેરના એક ખાણ પાસેથી એક જીન્સ મળ્યું, જે સન ૧૮૮૦માં લેવી સ્ટ્રોસ કંપનીએ જ બનાવ્યું હતું. કંપનીની પાસે પોતાનું કોઇ જૂનું જીન્સ નહોતું.

કંપનીને ખબર પડી ત્યારે તેણે એ જીન્સને એક હરાજીમાં ૪૬,૫૩૨ ડૉલર એટલે કે આશરે સાડા ૧૮ લાખ રૂપિયામાં ખરીદી લીધું. એ જીન્સ આજે પણ લેવી સ્ટ્રોસ કંપનીના સાન ફ્રાંસસ્કિો સ્થિત મુખ્યાલયની શાન વધારી રહ્યું છે. દુનિયામાં સૌથી વધુ વેચાનાર જીન્સની પ્રાઇસ રેન્જ પણ એ જ છે, જે ભારતમાં છે, ૫૦૦ રૂ.થી માંડીને ૧૦૦૦ રૂ. સુધીના જીન્સ પહેરનાર મોટા ભાગના લોકો જુવાન છે અને દુનિયામાં કોઇ પણ વિસ્તારનો જુવાન આના કરતાં વધુ પૈસા ખર્ચ કરવામાં માનતો નથી.

જોકે, કંપનીની પાસે આના કરતાં પણ મોંઘી જીન્સ આઇટમ છે, પરંતુ તે બેસ્ટ સેલર નથી. બધી જીન્સ કંપનીઓનો ટાર્ગેટ આ પ્રાઇસ ગ્રૂપ હોય છે. ૧૦૦૦રૂ. થી ૪૦૦૦ રૂપિયાની વચ્ચેની કિંમત ધરાવતું જીન્સ દુનિયામાં ૧૫ ટકા જેટલું વેચાય છે તો ૪-૫ હજાર રૂપિયાની કમિંતવાળા જીન્સ ફકત ૧ ટકા જ વેચાય છે. ફકત અમેરિકામાં જ જીન્સ ઇન્ડસ્ટ્રી આજે ૧૪ અબજ ડૉલર એટલે કે આશરે ૫૬ અબજ રૂપિયાની થઇ ગઇ છે. આખી દુનિયામાં તો આ આંકડો અનેકગણો વધારે હશે.

આવી રીતે ફાટયું જીન્સ...

આજકાલ ફાટેલું જીન્સ બહુ ફેશનમાં છે, પરંતુ શું તમે જાણો છો કે, પહેલી વાર જીન્સ કેવી રીતે ફાટયું હતું ? જીન્સમાં બધા એક જેવા લાગતા હતા અને જીન્સ પહેરનારને પોતે બીજા કરતાં અલગ હોવાનો અહેસાસ થતો નહોતો એટલે જીન્સને ઘસી-ઘસીને એકદમ બદરંગ-બેરંગ કરી દેવા અને અનેક જગ્યાએથી ફાડી નાખ્યા બાદ પહેરવાનો ટ્રેન્ડ શરૂ થયો.

જીન્સ બનાવનાર કંપનીઓએ યુવાનોના આ નવા ટ્રેન્ડને ઘ્યાનમાં રાખી રબ્ડ જીન્સ, ગનશોટ જીન્સ અનેક જગ્યાએથી ફાટેલું જીન્સ જાતે જ બનાવવાનું શરૂ કરી દીધું. સમાજશાસ્ત્રીઓ જીન્સના આ ફાટેલા સ્વરૂપને ફેશનમાં અપનાવવાના વલણને યુવાનોની વિરોધ કરવાની માનસકિતાનો પરિચાયક કહે છે.


No comments: